Constellation Diagram (કોંસ્ટેલેશન ડાયાગ્રામ)
કોંસ્ટેલેશન ડાયાગ્રામ એ ASK, PSK અને QAM ને ગ્રાફિકલ વે માં દર્શાવવા માટે થાય છે. કોંસ્ટેલેશન ડાયાગ્રામ બધા સંભવિત સિમ્બોલ બતાવે છે જે સિસ્ટમ દ્વારા ટ્રાન્સમિટ કરી શકાય છે.
અહીં આકૃતિ માં બતાવેલ બિંદુ ( ગુલાબી કલર ) માટે
આડી x- અક્ષથી વિરુદ્ધ ઘડિયાળની દિશામાં બિંદુનો ખૂણો રજુ કરે છે જેના દ્વારા કેરિયર ની ફેઝ શિફ્ટ (રેફેરન્સ અક્ષ ના સંદર્ભ માં) જાણી શકાય છે.
અને મૂળથી બિંદુનું અંતર એ સિગ્નલ નું એમ્પલીટ્યુડ અથવા પાવર નું માપ રજૂ કરે છે.
અહીં અલગ અલગ મોડ્યુલેશન માટે ના કોંસ્ટેલેશન ડાયાગ્રામ બતાવેલા છે.
ASK : અહીં એમ્પલીટ્યુડ શિફટિંગ ની અંદર માત્ર એમ્પલીટ્યુડ બદલે છે. તેના ફેઝ માં કોઈજ બદલાવ થતો નથી. ( એટલે કે કોન્સ્ટન્ટ રહે છે )
તો એના ડાયાગ્રામ માં માત્ર એમ્પ્લીડ્યુડ અલગ અલગ છે . એક બિંદુ ઝીરો ઉપર અને એક બિંદુ બીજા કોઈ પણ અલગ એમ્પલીટ્યુડ પર બતાવવા માં આવેલ છે. જયારે બંને ના ફેઝ સરખા જ છે.
BPSK : અહીં ફેઝ શિફટિંગ ની અંદર માત્ર ફેઝ બદલે છે. તેના એમ્પ્લીડ્યુડ માં કોઈજ બદલાવ થતો નથી. ( એટલે કે કોન્સ્ટન્ટ રહે છે )
તો એના ડાયાગ્રામ માં માત્ર ફેઝ અલગ અલગ છે . એક બિંદુ ઝીરો ફેઝ ઉપર અને એક બિંદુ બીજા કોઈ ૧૮૦ ફેઝ શિફ્ટ પર બતાવવા માં આવેલ છે. જયારે બંને નું એમ્પલીટ્યુડ એટલે કે ઝીરો થી અંતર સરખું જ છે.
QPSK : અહીં ફેઝ શિફટિંગ ની અંદર માત્ર ફેઝ બદલે છે. તેના એમ્પ્લીડ્યુડ માં કોઈજ બદલાવ થતો નથી. ( એટલે કે કોન્સ્ટન્ટ રહે છે ) . પરંતુ અહીં ૪ અલગ અલગ ફેજ છે એટલે કે સિગ્નલ ૯૦ ને ફેજ શિફટિંગ (૩૬૦/૪ = ૯૦ ) માં જોવા મળે છે.
તો એના ડાયાગ્રામ માં માત્ર ફેઝ અલગ અલગ છે . દરેક બિંદુ એક બીજા થી ૯૦ ફેઝ શિફ્ટ પર બતાવવા માં આવેલ છે. જયારે બધા નું એમ્પલીટ્યુડ એટલે કે ઝીરો થી અંતર સરખું જ છે.
અહીં બીજા કેટલાક PSK ના ઉદાહરણ રજુ કરેલા છે
અહીં બીજા કેટલાક QAM ના ઉદાહરણ રજુ કરેલા છે
QAM એ ASK અને PSK બંને નું મિશ્રણ કરી ને બનાવવા માં આવે છે.
એટલે કે અલગ અલગ બીટ ના કોમ્બિનેશન માટે એમ્પલીટ્યુડ અને ફેઝ બંને બદલે છે.
૪ - QAM ની અંદર આપ જોઈ શકો છો કે સિગ્નલ માં ૪ બીટ માંથી ૨ ના કોમ્બિનેશન માટે ફેઝ બદલાવેલ છે અને ૨ બીટ ના કોમ્બીનેશન માટે એમ્પલીટ્યુડ બદલાવેલ છે
અહીં બીજા કેટલાક QAM ના ઉદાહરણ રજુ કરેલા છે
No comments:
Post a Comment