નોઇસ ના પ્રકાર:
નોઇસ નું વર્ગીકરણ સ્રોતના પ્રકાર, તે બતાવેલી અસર અથવા રીસીવર સાથેના સંબંધ વગેરેના આધારે કરવામાં આવે છે.
નોઇસ નું વર્ગીકરણ તેના સ્રોતના પ્રકાર ના આધારે:
નેચરલ નોઇસ (વાતાવરણીય નોઇસ )
ઔદ્યોગિક નોઇસ ( માણસો દ્વારા થતો નોઇસ )
ફંડામેન્ટલ નોઇસ (ઇન્ટરનલ નોઇસ)
નેચરલ નોઇસ (વાતાવરણીય નોઇસ )
કુદરતી બદલાવને કારણે ઇલેક્ટ્રોનિક તોફાન, સોલાર ફ્લેર અને અવકાશમા રેડિએશન થતા હોય છે.
એન્ટેના ની પરિસ્થિતિ બદલવાથી આ પ્રકારના નોઇસ ને દૂર કરી શકાય છે.
આપણા સુરજ અને બહારના વાતાવરણમાંથી ઉત્પન્ન થતાં નોઇસ ને એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ નોઇસ કહેવાય છે. તેને બે ભાગમાં વહેંચી શકાય છે
1. સોલારીસ નોઇસ અને
2. કોસ્મિક નોઇસ.
આપણું સુરજ એ ખૂબ જ મોટો અને વધારે તાપમાન ધરાવતું રેડિએશન કરતું ઉર્જા સ્ત્રોત છે. તેનું રેડિએશન તાપમાન સાથે બદલાતું રહે છે.તાપમાનનો બદલાવ 11 વર્ષના સાઈકલ નો જોવા મળે છે એટલે કે ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સ ના બદલાવો પણ અગિયાર વર્ષે રીપીટ થતા હોય છે.
કોસ્મિક નોઇસ એ આકાશના તારાઓમાંથી આવે છે.એ સુરજ માંથી રેડિએટ થતા નોઇસ જેવો જ હોય છે કારણ કે તારાઓ પણ વિશાળ ગરમ ગ્રહો છે જેને બ્લેક બોડી નોઇસ પણ કહે છે અને આખા તે અવકાશમાં સમાંતરે ફેલાયેલો છે. આપણે ગેલેક્સી ના સેન્ટરમાંથી ,બીજી ગેલેક્સીઓ અને વર્ચ્યુલ પોઇન્ટ પોઇન્ટ જેવા કે Quasars અને Pulsars માંથીપણ નોઇસ આવતો જોવા મળે છે.
ઔદ્યોગિક નોઇસ ( માણસો દ્વારા થતો નોઇસ )
ઇન્ડસ્ટ્રીયલ નોઇસ એ મેક અને બ્રેક પ્રોસેસ જે ઇલેક્ટ્રિકલ સરકિટ માં જોવા મળે છે તેના કારણે ઉત્પન્ન થાય છે.
તેના ઉદાહરણો જેવા કે ઈલેક્ટ્રીકલ મોટર, વેલ્ડીંગ મશીન, વાહનો માં જોવા મળતી ઇગ્નીશન સિસ્ટમ, થાયરીસ્ટર ની હાઈ વિદ્યુત પ્રવાહ સર્કિટ, ફ્લોરોસન્ટ લાઈટ, સ્વિચિંગ ગેયર વગેરે.
ફંડામેન્ટલ નોઇસ (ઇન્ટરનલ નોઇસ)
ઇન્ટર્નલ નોઇસ એ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ની અંદર એના મટિરિયલ ની કે અને ડિઝાઇન ની ખામી માંથી ઉત્પન્ન થતો નોઇસ છે.
એને ફંડામેન્ટલ નોઇસ પણ કહેવામાં આવે છે કારણકે એ મટિરિયલના ફિઝિકલ નેચર કેજે મટીરીયલ બનાવવા માટે વપરાય છે તેમાં જ ઉત્પન્ન થાય છે.
આ પ્રકારનો અમુક નિયમોનું પાલન કરે છે તેથી જો ઇલેક્ટ્રોનિક સર્કિટ અને ઇક્વિપમેન્ટ ને સરખી રીતે ડિઝાઇન કરવામાં આવે તેને સર્કિટ માંથી દૂર કરી શકાય છે.
No comments:
Post a Comment