ઇન્ટર્નલ નોઇસ ના પ્રકાર
ફંડામેન્ટલ નોઈસ ના કારણે અલગ-અલગ પ્રકારના નોઇસ ઉત્પન્ન થાય છે જેમકે
1.થર્મલ નોઈસ
2. શોટ નોઇસ
3. પાર્ટીશન નોઇસ
4. લો ફ્રીક્વન્સી એટલે કે ફ્લિકર નોઇસ
5. હાઈ ફ્રીક્વન્સી એટલે કે ટ્રાન્ઝિટ ટાઈમ નોઇસ
શોટ નોઇસ
શોટ નોઇસ એ શોટ ઇફેક્ટને કારણે ઉત્પન્ન થાય છે.
આ નોઇસ એ દરેક એમ્પ્લીફાયર ડિવાઇસમાં જોવા મળે છે.
શોટ નોઇસ એ એમ્પ્લીફાયર ડિવાઈસના આઉટપુટ ઇલેક્ટ્રોડ પર ઇલેક્ટ્રોન ના અનિયમિતપણે આવવાના કારણે થાય છે. તેને કારણે એમ્પ્લીફાયર ના મુખ્ય આઉટપુટમાં રેન્ડમલી બદલતો નોઇસ મુખ્ય અવાજ સાથે જોવા મળે છે.
તેનો અવાજ કોઈ મેટલ સીટ ઉપર ટાંચણી નો વરસાદ થતો હોય તેવો આવે છે.
પાર્ટીશન નોઇસ
જ્યારે કરંટ ડિવાઇડ બે કરતા વધારે રસ્તાઓમાં વિભાજીત થાય છે ત્યારે જોવા મળે છે.એ ડિવિઝન વખતે થતાં રેન્ડમ ફ્લક્ચ્યુએશન ના કારણે જોવા મળે છે બીપી તેથી જ પાર્ટીશન નોઇસ એ ડાયોડ કરતા ટ્રાન્ઝિસ્ટર માં વધુ જોવા મળે છે.
ગેલિયમ આર્સેનાઇડ FET માં આ નોઇસ ખુબજ ઓછો જોવા મળે છે.
લો ફ્રીક્વન્સી એટલે કે ફ્લિકર નોઇસ.
ફ્લિકર નોઇસ એ અમુક કિલો હર્ટઝ કરતા ઓછી ફ્રીક્વન્સી માં જોવા મળે છે એને 1/F નોઇસ પણ કહે છે.
સેમિકન્ડક્ટર ડિવાઇસમાં કેરિયર ડેન્સિટી ની ફ્લક્ચ્યુએશન ના કારણે આ નોઇસ ઉત્પન્ન થાય છે.
આ કેરિયર ડેન્સિટી ની ફ્લક્ચ્યુએશન ને કારણે મટિરિયલની કન્ડક્ટિવિટી માં બદલાવ લાવે છે જેને કારણે ફ્લક્ચ્યુઍટીંગ વોલ્ટેજ ડ્રોપ ઉત્પન્ન થાય છે.આ ફ્લક્ચ્યુઍટીંગ વોલ્ટેજ ને ફ્લિકર નોઇસ કહે છે.
થર્મલ નોઈસ
થર્મલ નોટિસને જ્હોન્સન નોઈસ પણ કહેવાય છે.
કંડકટર માના ફ્રી ઇલેક્ટ્રોન હંમેશા રેન્ડમલી હરફર કરતા હોય છે, આ રેન્ડમ હરફર એ થર્મલ એનર્જી ના કારણે હોય છે. આ ફરતા ઇલેક્ટ્રોન નું કંડકટર માં ડિસ્ટ્રીબ્યુશન કોઈપણ સમયે યુનિફોર્મ/સમાંતર હોતું નથી.
એવું પણ બની શકે છે કે ઘણા બધા ઇલેક્ટ્રોન કંડકટર ના કોઈ એક ભાગમાં જોવા મળે. આ નોન યુનિફોમ મુમેન્ટ ના કારણે એવરેજ વોલ્ટેજ ઝીરો હોય છે પરંતુ એવરેજ પાવર ઝીરો હોતો નથી અને અહીં આ પાવર થર્મલ એનર્જી માંથી ઉદભવે છે તેથી તેને થર્મલ નોઇસ પાવર કહે છે.
એવરેજ થર્મલ પાવર માટે નું સમીકરણ
Pn=kTB Watts
k= Boltzmann’s constant = 1.3810-23Joules/Kelvin.
B= નોઇસ સ્પેક્ટ્રમ ની બેન્ડવિથ
T = ટેમ્પરેચર ઓફ કન્ડકટર, Kelvin
આ સમીકરણ ઉપર થી એવું સિદ્ધ થાય છે કે અનંત તાપમાન પર ઓપરેટ થતા કંડક્ટર માં ઈલેકટ્રીકલ જનરેટર જેવું કામ કરે છે.
હાઈ ફ્રીક્વન્સી એટલે કે ટ્રાન્ઝિટ ટાઈમ નોઇસ
ટ્રાન્ઝિટ સમય એટલે કે કરંટ ના વાહક એવા ઇલેક્ટ્રોન કે હોલ ને ઇનપુટ થી આઉટપુટ સુધી પહોંચતા લાગતો સમય.
ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ખુબ નાના હોય છે અને તેમના કરંટ વાહક પાથ તો એથી પણ નાના હોય છે. ઓછી ફ્રીક્વન્સી માં આ વહન સમય સારી રીતે મૈનટૈન થતો હોય છે પરંતુ હાઈ ફ્રીક્વન્સી માટે એ ડિફિકલ્ટ બને છે. જેને કારણે એ એક નોઇસ તરીકે વર્તન કરે છે, જે ફ્રીક્વન્સી વધવા ને સાથે 6 dB per octave ના દર થીવધે છે.
હાઈ ફ્રિકવનસી માં ઝડપી ફેરફાર ને કારણે આઉટપુટ કરંટ માં એ નોઇસ ઉત્પન્ન કરે છે.
No comments:
Post a Comment