QAM (ક્વાડ્રેચાર એમ્પલીટ્યુડ મોડયુલેશન)
ક્યુએએમ (ક્વાડ્રેચાર એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન) એ એક જ ચેનલમાં બે એમલિટ્યુડ-મોડ્યુલેટેડ (AM) સિગ્નલને જોડવાની એક પદ્ધતિ છે, જેનાથી બેન્ડવિડ્થ બમણી થાય છે.
ક્યુએએમનો ઉપયોગ ડિજિટલ સિસ્ટમમાં, ખાસ કરીને વાયરલેસ એપ્લિકેશન્સમાં, પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન (PAM) સાથે થાય છે.
અહીં આપ ડાયાગ્રામ માં જોઈ શકો છો કે સિગ્નલ માં ફ્રીક્વન્સી સરખી જ છે. પરંતુ દરેક બીટ સિક્વનશ માટે એમ્પલીટ્યુડ અને ફેઝ એકબીજા થી બદલાતો રહે છે.
નીચે આપેલા ટેબલ પર થી તમે સમજી શકો કે
એમ્પલીટ્યુડ માં બે લેવલ વાપરેલ છે. એક L એટલે કે લો લેવલ અને બીજું H એટલે કે હૈ લેવલ.
જયારે ફેઝ માટે ૪ અલગ અલગ ફેઝ છે. ૦, ૯૦, -૯૦ અને ૧૮૦ ડિગ્રી.
આમ આ એમ્પલીટ્યુડ અને ફેઝ ના કોમ્બીનેશ થી ૩ બીટ ના અલગ અલગ ૮ કોમ્બિનેશન માટે સિગ્નલ તૈયાર કરાયા છે.
અહીં બીટ રેટ વધી ને ૨૪ બીટ/સેકન્ડ થયો છે.
ક્યુએએમનો ઉપયોગ ડિજિટલ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમો માટે મોડ્યુલેશન સ્કીમ તરીકે મોટા પ્રમાણમાં થાય છે, જેમ કે 802.11 વાઇ-ફાઇ .
No comments:
Post a Comment