ફેઝ શિફ્ટ કિયિંગ (PSK)
જે રીતે ઇન્ફોરમેશન સિગ્નલ ની બીટ વેલ્યુ માં બદલાવ આવે એ મુજબ કેરિયર ના ફેઝ ને બદલવામાં આવે છે એટલે કે અહીં કેરિયર ના ફેઝ ને બદલાવ કરવામાં આવે છે.
એટલે કે સિંગલ ૦ ડિગ્રી, ૯૦ ડિગ્રી, ૧૮૦ ડિગ્રી એમ અલગ અલગ ફેઝ એંગલ થી બદલાતો રહેશે.
જેમ કે ૧ ને માટે : સિગ્નલ ૦ ડિગ્રી ફેઝ એંગલ થી શરુ થાય છે
જયારે ૦ માટે : સિગ્નલ ૧૮૦ ડિગ્રી ફેઝ એંગલ થી શરુ થાય છે
ASK ની અંદર સિગ્નલ ની ઇન્ફોર્મેશન એ કેરિયર ના એમ્પલીટ્યુડ સાથે સંકળાયેલી છે. બાહ્ય નોઇસ એ સિગ્નલ ના એમ્પલીટ્યુડ માં વધારે અસર કરે છે અને સિગ્નલ ને નુકશાન પહોંચાડે છે. તો આ ઉપર થી કહી શકાય કે ASK એ બાહ્ય નોઇસ થી ઝડપ થી નુકશાન પામી શકે છે અને સિગ્નલ ની ક્વાલિટી બગડી શકે છે.
જયારે PSK અને FSK ના કેસ માં આ પ્રકાર ના નોઇસ સિગ્નલ ની ક્વાલિટી ને વધુ નુકશાન પહોચાડી શકતા નથી કારણ કે PSK માં સિગ્નલ ની ઇન્ફોર્મેશન કેરિયર સિગ્નલ ના ફેઝ માં હોય છે અને FSK માં સિગ્નલ ની ઇન્ફોરમેશન એ કેરિયર સિગ્નલ ની ની ફ્રીક્વન્સી માં હોય છે. એટલે કે જો બાહ્ય નોઇસ થી નુકશાન થશે તો પણ એમ્પલીટ્યુડ માં થશે, ફેઝ કે ફ્રીક્વન્સી માં કોઈ જ અસર નહિ થાય અને ક્વાલિટી જળવાઈ રહેશે.
આથી કહી શકાય કે ASK એ નોઇસ માટે બધું સંવેદન શીલ છે.
No comments:
Post a Comment