પ્રશ્નઃ શા માટે આપણે બધા પ્રકારનાં સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે એક જ પ્રકારનાં કેબલનો ઉપયોગ કરી શકતા નથી?
અથવા
શું આપણે બધી એપ્લિકેશન માટે એક જ પ્રકાર ના કેબલનો ઉપયોગ કરી શકીએ છીએ, હા કે ના? જો ના હોય તો, સાચું વાક્ય સમજાવો.
જવાબ :
ના, અલગ અલગ પ્રકારની એપ્લિકેશનો માટે એક જ પ્રકારનાં કેબલનો ઉપયોગ કરી શકતા નથી.
કારણ:
કારણ કે દરેક એપ્લિકેશન એ અલગ અલગ સિગ્નલ ફ્રીક્વન્સી પર કામ કરી રહી છે, ઉદાહરણ તરીકે એમ.એમ. બ્રોડકાસ્ટિંગ માટે M.F., ટેલિફોન માટે H.F., ટેલિવિઝન માટે V.H.F.
દરેક કેબલ એ અમુક પ્રકાર ના ફ્રીક્વન્સી ના સિગ્નલ ને જ પાસ કરી શકે છે. જો તમે તેમાં બીજી અલગ ફ્રીક્વન્સી પાસ કરો તો એ કેબલ પાસ કરી શકશે નહિ અને તેમાં અટટેનુંએશન જોવા મળશે.
દરેક ફ્રીક્વન્સી ના પેરામીટર અલગ અલગ હોય છે જેમકે તેનું એમ્પ્લીટયુડ , ફ્રીક્વન્સી , ફેસ , પાવર અને કરંટ ની વેલ્યુ, આમ આ બધા જ પેરામીટર માટે સ્પેસિફિક કેબલ બનાવવો પડે કે જે એ અમુક ફ્રીક્વન્સી ને પાસ થવા દે.
એટલે જ અલગ અલગ ફ્રીક્વન્સી ના સિગ્નલ માટે અલગ અલગ કેબલ બનાવવા માં આવ્યા છે જેમકે કોક્સિયલ કેબલ વિડિઓ સિગ્નલ માટે છે, હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ માટે ઓપ્ટિકલ ફાઈબર કેબલ અને વીજળી અને અન્ય એપ્લિકેશનો માટે સિંગલ કોર કેબલ.
No comments:
Post a Comment