પ્રશ્નઃ કોક્સિયલ કેબલ વિગતવાર સમજાવો
આ કેબલ માં ટ્વિસ્ટેડ પેર કેબલ કરતા વધુ રેન્જ ની ફ્રીક્વન્સી ટ્રાન્સમિટ કરી શકાય છે, એટલે કે હાઈ રેન્જ ફ્રીક્વન્સી ટ્રાન્સમિટ કરવામાં વપરાય છે.
અહીં બે અલગ અલગ વાયર ના બદલે એક સેન્ટ્રલ કોર કેબલ વપરાય છે. એને ઇન્સ્યુલેટર ના આવરણ હોય છે જેને કારણે એ મજબૂત બને છે. અહીં એક વધુ આઉટર કંડક્ટર તરીકે એક જાળી કે ફોઈલ જેવું આવરણ હોય છે અથવા તો બંને નું મિક્ષ આવરણ હોય છે.
આઉટર કંડક્ટર એ નોઈશ સામે શિલ્ડ રક્ષક જેવું કામ આપે છે અને ગ્રાઉન્ડ તરીકે પણ વર્ક કરે છે જે સર્કિટ પૂર્ણ કરવાનું કામ પણ કરે છે.
આ આખા કેબલ ને મજબૂત પ્લાસ્ટિક ના આવરણ વડે સુરક્ષિત કરવામાં આવે છે.
કોક્સિયલ કેબલ સ્ટાન્ડર્ડ:
અહીં RG રેટિંગ આપવામાં આવેલ છે.
RG નંબર માં વાયર ગેજ, અંદર ના કેબલ ની જાડાઈ અને પ્રકાર, ઇન્સ્યુલેટર નો પ્રકાર, બહાર ના આવરણ ના માપદંડ વગેરે નો સમાવેશ થઇ જાય છે.
કોક્સિયલ કેબલ કનેક્ટર :
Bayonet Neill-Concelman (BNC) એ કોક્સિયલ કેબલ નું ટાઈપ છે
ફાયદાઓ :
- બેન્ડ-વીડ્થ વધારે હોય છે
- હાઈ ફ્રીક્વન્સી ને કારણે ડેટા સ્પીડ વધારે હોય છે
- મજબૂત આવરણ હોવાને કારણે બાહ્ય વાતાવરણ ની અસર ઓછી થાય છે.
ગેરફાયદાઓ:
- અહીં ટ્વિસ્ટેડ પેર કરતા અટટેનુંએશન વધારે હોય છે
- કેબલ નું વજન વધારે છે.
ઉપયોગ:
- TV સેટ
- Ethernet નેટવર્ક
- લૉંગ ડિસ્ટન્સ ટેલિફોન નેટવર્ક (10,000 વોઇસ સિગ્નલ નું વહન કરી શકે)
- શોર્ટ ડિસ્ટન્સ કોમ્પ્યુટર લિંક
No comments:
Post a Comment