Thursday 5 December 2019

નેટવર્કીંગ હાર્ડવેર ( ગુજરાતી )

પ્રશ્ન : નેટવર્કિંગ હાર્ડવેર વિષે સવિસ્તાર વર્ણવો

નેટવર્કના ઉપકરણોને ભૌતિક રીતે જોડવા માટે તેના માધ્યમ વાહક કેબલ ઉપરાંત બીજા પાયાના ઉપકરણો જેવાકે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ (NIC), હબ, બ્રીજ, સ્વીચ અને રાઉટર નો સમાવેશ કરી શકાય.

નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ (NIC)

નેટવર્ક કાર્ડ, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ કે NIC કમ્પ્યુટર હાર્ડવેર નો ભાગ છે જે કમ્પ્યુટર ને નેટવર્કીંગ માધ્યમમાં ભૌતિક રીતે જોડે છે. તે MAC-Addressing ની મદદથી નેટવર્કીંગ વ્યવસ્થા માં કમ્પ્યુટરને લો-લેવલનું અનુનય આપે છે. આ MAC-Address અનન્ય હોય છે, જે દરેક NICની નાની સ્મૃતિમાં સંગ્રહિત હોય છે જે બે નોડના અનુનયની વિસંગતતાને ટાળે છે. ઈથરનેટ MAC Address ૬ (છ) ઓકટેક ના બનેલા છે. Mac Address ના અજોડપણ ની વ્યવસ્થા IEEE કરે છે, IEEEએ Mac Addressના પહેલા ૩ (ત્રણ) ઓકટેક ને NIC ઉત્પાદકના નામે કર્યા છે. આ ઉત્પાદકોની યાદી સાર્વજનિક કરવામાં આવી છે. આ યાદી પ્રમાણે મળેલા પ્રથમ ત્રણ ઓકટેક પ્રમાણે દરેક ઉત્પાદકે પોતાના દરેક NICનું અનુનય બનવાનું હોય છે.

રીપીટર અને હબ

રીપીટર એક ઇલેક્ટ્રિક ઉપકરણ છે જે માધ્યમ દ્રારા આવેલી સૂચનાઓ (signals) લે છે તેમાં રહેલી ક્ષતિ(જો હોય તો) તે દુર કરી તેને પાછુ બળવાન બનાવીને આગળ મોકલે છે જેથી તે લાબા અંતર સુધી મોકલે છે. મોટેભાગે ૧૦૦ મીટર થી લાબા ટ્વીસટેડ પૈર વાળા ઈથરનેટ વાયર વચ્ચે આ રીપીટરનો ઉપયોગ થાય છે. એકથી વધારે પોર્ટ ધરાવતા રીપીટર હબ તરીકે ઓળખાય છે. રીપીટર OSI ના પહેલા લેયર ભૌતિક લેયર (Physical Layer) પર કાર્ય કરે છે. રીપીટર સૂચનાઓ (signals) ને પાછુ બનાવવા થોડો સમય લે છે. તેથી એક થી વધુ રીપીટર ધરાવતા નેટવર્કમાં પ્રોપગેશન ડીલે ઉત્પન્ન થાય છે. નેટવર્ક બનાવનારાઓ એ આ સમસ્યાને ઓછામાં ઓછા રીપીટર વાપરીને સુલટાવી છે. (જુઓ ઈથરનેટ ૫-૪-૩નિયમ). આજે રીપીટર અને હબ નું સ્થાન સ્વીચે લઇ લીધું છે અને મોટેભાગે રીપીટરનો ઉપયોગ કોઈ કરતુ નથી.

પુલ (Bridge)

નેટવર્ક બ્રીજ નેટવર્કના બે વિભાગ ને OSI ના બીજા લેયર ડેટા લીંક લેયર પર જોડે છે. જ્યાંથી પ્રસારણ મળ્યું હોઈ તે પોર્ટ છોડી ને બ્રીજ બધા પોર્ટ પર પ્રસારણ કરે છે. હબ કે રીપીટરની જેમ અવ્યવસ્થિતપણે ડેટા ના પ્રવાહ ને કોપી નહિ કરતા તેને Mac Address પ્રમાણે તેના યોગ્ય પોર્ટ પર મોકલે છે. એકવાર બ્રીજ એડ્રેસ ને પોર્ટ સાથે જોડ્યા પછી તેનો પ્રવાહ તે જ પોર્ટ પર મોકલ્યા કરે છે. બ્રીજ પોર્ટના સમૂહ અને અનુનયને જોડવાનું મૂળ અનુનયની બાંધણી (Frame) ના જુદાજુદા પોર્ટથી શીખે છે. એકવાર ફ્રેમ પોર્ટમાંથી નીકળ્યા બાદ, તેના મૂળ અનુનય(Address)નો સંગ્રહ થાય છે અને બ્રીજ માની લે છે કે જે તે Mac Address પોર્ટ સાથે સંકળાયેલ છે. જો કોઈવાર અજ્ઞાત સરનામાં વાળી ફ્રેમ આવેતો તેને બ્રીજ બધા જ પોર્ટ પર મોકલે છે. બ્રિજના ત્રણ પ્રકાર છે :
  • સ્થાનિક બ્રીજ : જે LAN સાથે સીધીરીતે જોડાયેલ છે.
  • રીમોટ બ્રીજ : આ બ્રીજનો નો ઉપયોગ બે LAN વચ્ચે WAN લીંક બનવા થાય છે. રીમોટ બ્રીજમાં કનેક્શન લીંક તેના છેડાના LANથી ધીરી હોય છે. આ રીમોટ બ્રીજનું સ્થાન હવે રાઉટરે લીધું છે.
  • વાયરલેસ બ્રીજ : આ બ્રીજ LAN ને જોડવા કે ફેલાવવા માટે થાય છે. કોઈ બે મકાન કે જગ્યાને જોડવા (વાયરલેસ) માટે બ્રીજ નો ઉપયોગ થાય છે.

સ્વીચ (Switch)

નેટવર્ક સ્વીચ એવું ઉપકરણ છે જે OSI લેયર ૨ ના ડેટાગ્રામ (ડેટા કોમ્યુનીકેશન ના ટુકડા(Chunk)) ને તેના પેકેટમાં રહેલા Mac Address પ્રમાણે તેના પોર્ટ વચ્ચે અલગ કરે અને આગળ મોકલે છે. નેટવર્ક સ્વીચ હબથી વિશિષ્ટ છે કારણકે બધા પોર્ટ જોડાયેલા હોવા છતાં માત્ર કોમ્યુનિકેશન માં જરૂરી એવી જ ફ્રેમને આગળ મોકલે છે. સ્વીચ નેટવર્કમાં ટક્કર (colision) અટકાવે છે પણ પોતાને એક પ્રસારણ અવકાશ (Boradcast Domain) તરીકે રજુ કરે છે. સ્વીચ Mac Address પ્રમાણે ફ્રેમને આગળ મોકલે છે. સ્વીચ પોતે ઘણા પોર્ટ ધરાવે છે જેનો ઉપયોગ STAR ટોપોલોજી બનાવવા કે બીજી વધારાની સ્વીચ ને જોડવા (Cascading) માટે થાય છે. ઘણી સ્વીચો વિવિધ સ્તરીય (Multi Layers) હોય છે જે રાઉટરની જેમ લેયર ૩ ના એડ્રેસનું દિશા-નિર્દેશન (Routing Feature) કરવા ઉપરાંત તાર્કિક કાર્યો કરવા ક્ષશમ હોય છે. આજે માર્કેટમાં સ્વીચ શબ્દનો ઉપયોગ છૂટ થી કરાય છે. આજની સ્વીચ રાઉટીગ, ટ્રાફિક લોડ-બેલેન્સીંગ જેવા કાર્યો કરી લે છે.

રાઉટર (Router)

રાઉટર એ OSI લેયર ૩ પર કાર્ય કરતુ સાધન છે જે બે કે તેથી વધુ નેટવર્ક વચ્ચે ડેટાનું આદાન પ્રદાન કરે છે – આ વ્યવહાર કરવા માટે તે નેટવર્કના દરેક પેકેટમાં રહેલી માહિતી નો ઉપયોગ કરે છે. ઘણી પરિસ્થિતિમાં આ માહિતી સાથે રાઉટીંગ ટેબલ બને છે જેને ફોરવર્ડીંગ ટેબલ પણ કહેવાય છે. આ રાઉટીંગ ટેબલનો ઉપયોગથી રાઉટર તેના કયા ઇન્ટરફેસથી ડેટા મોકલવાનું નક્કી કરે છે. (આમાં “Null” ઇન્ટરફેસ જેને “BLACK HOLE” ઇન્ટરફેસ પણ કહેવાય છે તેનો સમાવેશ થાય છે. જે માત્ર ડેટાનું વહન કરે છે તે સિવાય બીજી કોઈ પ્રક્રિયા થતી નથી).

ફાયરવોલ (Firewall)

ફાયરવોલ નેટવર્ક ની સલામતી માટે એક અગત્યનું સાધન છે. ફાયરવોલ મોટેભાગે અસુરક્ષિત અને અજાણ ઉદગમસ્થાન થી નેટવર્કને બચાવે છે. ફાયરવોલ નેટવર્ક માટે આજે વધતા જતા સાયબર હુમલા જેવાકે ડેટાની ચોરી / ફેરફાર, વાયરસનું આરોપણથી વગેરેથી જીવનરક્ષક ની ભૂમિકા ભજવે છે.

No comments:

Post a Comment

LAB 7 Arduino with Seven Segment Display || Arduino Tutorial || Code and Circuit Diagram || Project

  LAB 7 Arduino with Seven Segment Display || Arduino Tutorial || Code and Circuit Diagram || Project Dear All We will learn how to Connec...